15 important Points to Read, Understand, & Follow for good Success in Matrimonial Profile Search : (By - Bhudev Network Vivah)
(1) Biodata : Candidate, ઉમેદવાર નો એક સારો બાયોડેટા બનાવો, બાયોડેટા મા જરૂરી બધી વિગત મુકો.
(2) Photos : બાયોડેટા મા Candidate ના ગુડલુકિંગ 2-3 ફોટા મુકો.
(3) Registration : તમને યોગ્ય લાગે તેવી કોઈ સારી - વિશ્વાસપાત્ર બ્રાહ્મણ - ભુદેવ સંસ્થા ની બુકલેટ અથવા વેબસાઈટ મા બાયોડેટા રેજીસ્ટ્રેશન કરાવો.
(4) Member ID : સારી બ્રાહ્મણ - ભુદેવ સંસ્થા મા રેજીસ્ટ્રેશન કરાવીને Member ID મેળવો જેથી તમને સામેથી સારો રિસ્પોન્સ મળશે, સામેવાળા તમને easily Trust & વિશ્વાસ કરશે.
(5) Set Clear Choice : સામે કેવું પાત્ર જોઈએ છે, તે માટે પોતાનો પ્રેફ્રેંસ ક્રાઇ્ટેરિયા અને ચોઈસ નક્કી કરો. તે પોઈન્ટ્સ ને Prioritize કરો.
(6) Regular Search : પોતાની ચોઈસ મુજબ, કોઈ Trusted - Gov. Reg. ભુદેવ સંસ્થા ની વેબસાઈટ, બુકલેટ અથવા વૉટ્સએપ ગ્રુપ મા આવતા બાયોડેટા ચૅક કરતા રહો. સતત જોતા રહો. જે ક્ષેત્ર મા સફળતા જેટલી વધુ સારી જોઈતી હોય તેમા તેટલી વધુ મેહનત અને સમય આપવોજ પડે છે. તેનો અન્ય કોઈ વિકલ્પ નથી.
(7) Contact : ચોઈસ મુજબ જે બાયોડેટા તમને પ્રાપ્ત થાય, તે બાયોડેટા, પ્રથમ શોર્ટલીસ્ટ કરો, પછી મેસેજ અથવા ફોન થી તેઓ ને કોન્ટેક્ટ કરો.
(8) Good Response : કોઈ પૅરેન્ટ્સ તમને સામેથી કોન્ટેક્ટ કરે તો તેમને વિનમ્રતા થી સારો, યોગ્ય, નિઃસકોચ, સમયસર, સ્પષ્ટ, રિસ્પોન્સ - રિપ્લાય આપો.
(9) Reciprocate Courtesy : જ્યારે તમારી Request ઉપર તમને કોઈ બાયોડેટા મોકલાવે, તો તમે પણ તેમની Request ઉપર તેમને બાયોડેટા મોકલાવો. આ એક basic courtesy - વિનય - વિવેક - શિષ્ટાચાર છે, જે આપણા મા સ્વાભાવિક રીતે હોવોજ જોઈએ.
(10) Bhudev Jivansathi Parichay Sammelan : દરેક ભુદેવ જીવનસાથી સંમેલન મા રેજીસ્ટ્રેશન કરાવીને ઉમેદવાર ને રસ-પૂર્વક તેમાં ભાગ લેવડાવૉ. છેવટે તો ઉમેદવારેજ મિટિંગ કરીને પાત્ર-પસંદગી કરવાની છે, ઉમેદવારે ફેરા ફરવાના છે. તો સૌથી વધુ મેહનત પણ ઉમેદવાર નીજ પોતાની હોવી જોઈએ.
(11) Meeting : સકારાત્મક રહો. દરેક પાત્ર સાથે મિટિંગ નો આગ્રહ રાખો. મિટિંગ વગર, ફક્ત ફોટો જોઈને, કોઈને, ના નહિ પાડો. પાત્ર અને પૅરેન્ટ્સ ને સમજવા માટે, સ્પષ્ટતા માટે, મિટિંગ ખુબજ જરૂરી છે. મિટિંગ મા શરમ, સંકોચ, બેદરકારી કે આળસ નહિ કરો. ઘણા કેસ મા મિટિંગ વગર હા કે ના નો નિર્ણય લઇ ના શકાય. એટલે, મિટિંગ નહિ કરો તો સારુ પાત્ર હાથ માંથી જતું રહેશે.
(12) Profile Selection : પાત્ર ના સિલેક્શન મા, ભૌતિક વાતો જેમ કે, દેખાવ, ગાડી, બંગલો, સેલેરી, બેન્ક બેલેન્સ, પ્રોપર્ટી, આ બધું મહત્વ નું તો છે, પરંતુ વધુ મહત્વ અને પ્રાધન્ય, વ્યક્તિ ની વાણી - વર્તન - વિચાર - વ્યક્તિત્વ - સામાજિક સમજશક્તિ - વિવેક - ધૈર્ય - સાદગી - નિખાલસતા - ધર્મિકતા - સંસ્કાર, પારિવારિક એકતા ની ભાવના,.. આ બધી વાતો ને વધુ મહત્વ આપવાથી જીવન મા કાયમ સુખ, શાંતિ, સમૃદ્ધિ, અને સંતોષ રહે છે. આ વાત જીવન મા ખાસ યાદ રાખવી. અને પાત્ર પસંદગી મા આ બધી વાતો નું ખાસ ધ્યાન રાખવું.
(13) Timely Yes : લગ્ન ની યોગ્ય ઉંમરમાં જ લગ્ન કરો , સમય હાથ માંથી સરી જશે ઉંમર વધતી જાય તે ઠીક નથી. આનાથી સારું પાત્ર, આનાથી વધારે સારું પાત્ર, એમ, વધુ મા વધુ સારુ શોધવાની રેસ માં નહી પડશો. સંતોષ રાખીને જે સારુ પાત્ર મળે યોગ્ય ઉંમરે, તેમણે હા પાડવી જોઈએ. મોટી ઉંમરે પછી વધુ લેટ-ગો કરવું પડશે.
(14) Search Suitable Profile : શ્રેષ્ઠ (Best) પાત્ર ની રેસ મા નહિ પણ પોતાની યોગ્યતા, દેખાવ, ઉંમર, ભણતર, વગેરે જે અનુકૂળ ચોઈસ અને જરૂરત હોય, તે મુજબ, યોગ્ય (Suitable) પાત્ર શોધવાનો આગ્રહ રાખો. લગ્ન ના નિર્ણય માટે, સમય ની મર્યાદા રાખીને, ઈશ્વર નું નામ લઈને Yes કહીને, આગળ વધો.
(15) Good Behaviour : પોતાની વાણી અને વર્તન મા શાલિનતા જાળવી રાખો. કોઈને ના પાડવી હોય તો વિવેક થી અને વિનમ્રતા થી અનુકૂળ નથી એમ કહો. સામેવાળા ને ઉદ્ધતાઈ થી જવાબ આપીને insult નહિ કરો. જો સામેવાળા તમને અનુકૂળ નથી, એમ કહે, પછી એમની સાથે જોર જબરદસ્તી નહિ કરો. કોઈ ની પાછળ નહિ પડી જાવ. એમને બિનજરૂરી સવાલો કરીને, ક્ષોભ ની સ્થિતિ મા નહિ મુકો. જેમ તમે બીજાને ના કહી શકો છો, તેમ બીજા ને પણ અધિકાર અને હક છે તમને ના કહેવાનો. દરેક ની ચોઈસ, ઈચ્છાઓ, ડિમાન્ડ, જરૂરત, પરિસ્થિતિ, અલગ - અલગ હોઈ શકે છે. આ વાત ને સમજો. આપણને અનુકૂળ રહે તેમનો સંપર્ક કરશો , જેમની ઈચ્છાઓ વધારે હોય એમની માટે પોતાનો અમૂલ્ય સમય બરબાદ નહી કરશો. આજે જો તમે કોઈને જબરદસ્તી થી 'હા' પડાવશો, તો ભવિષ્ય મા પ્રોબ્લેમ તો આવશેજ ને. એ કેમ આપડે ભૂલી જઇયે છે. યાદ રાખશો , જો એમની આશાઓ પર તમે ખરા ઉતર્યા તો તે ખુદ પોતે જ તમારો સંપર્ક કરશે. બીજાનું ખરું - ખોટું મૂલ્યાંકન કરવા કરતા, પોતાની યોગ્યતા વધારો. સમજશક્તિ વધારો. સામેવાળાની ચોઈસ અને નિર્ણય ને માન આપો - રિસ્પેક્ટ આપો. ધીરજ રાખો. સતત પ્રયત્ન અને મેહનત કરો. ઉમેદવાર પાસે મેહનત કરાવો.
Best Wishes,
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com